અરવલ્લીના ઔધોગિક એકમોમાં મોકડ્રીલ યોજાઇ
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોનાં બનાવોમાં કામદારોની સલામતી કઇ રીતે રાખી શકાય તે માટે ઔધાગિક સલામતી અને સ્વાસ્થય વિભાગ દ્વારા સમાયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. આમ છતાં ઘણી વખત ઔદ્યોગિક એકમોમાં હજુ પણ અકસ્માતોનાં બનાવ બનતા હોઈ શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક કચેરી દ્વારા ૧૭ ઓગસ્ટ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન સલામતી માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના વિવિધ ઔધોગિક એકમોમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોડાસાની ગુરુકૃપા ક્રાફ્ટ્સ પ્રા.લિ, અને ભિલોડાના નિયોન ફ્યુલ્સ લિતેમજ જાનકી સેરાટેક ખાતે મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન,આગ જેવા આકસ્મિક બનાવ વખતે લેવાની તકેદારી, તેઓની ઈમરજન્સીમાં બજાવવાની ભૂમિકા, માહિતીનો પ્રસાર, તાલીમનો મહત્વ, તે અંગે કારખાનાના મેનેજમેન્ટ, સુપરવાઈઝર અને શ્રમયોગીઓ સાથે ચર્ચા સહિતના કટોકટીના સમયે લેવાના અગત્યના પગલાઓ તેમજ તકેદારી રાખવા અંગેની તબક્કાવાર અમલવારી કરાવી હતી. આ ઉપરાંત પ્ર્રવર્તમાન COVID-19ની મહામારીના સંજોગોમાં સરકારની જાહેર કરાયેલ માર્ગદર્શિકાઓ મુજબ સોશિયલ ડિસ્ટન્સીન્ગ સાથે સુરક્ષિત રીતે કામ કરવું જરૂરી છે તેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. અરવલ્લી મોડાસા રિપોર્ટર ..ભરત ઠાકોર.. વરદાન ઇન્ડિયા ન્યૂઝ કી. લાઈવ. રીપોર્ટ.
