અરવલ્લીના મેઘરજ ખાતે રૂ.૨.૪૦ લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું


ભવનના નિર્માણથી તાલુકાની જનતાને એકજ જગ્યાએથી તમામ સુવિધાઓ મળી રહેશે
-પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકર


   અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
    જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકરએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન બેરોજગારોને રોજગારી પૂરી પાડવા મનરેગા યોજના હેઠળ ૨૦૨૦-૨૧માં મેઘરજ તાલુકામાં કુલ ૨૦,૩૦૪ કુટુંબોને ૯.૨૦ લાખ માનવદિન મુજબ ૧૬૦૮.૯૯ લાખની રોજગારી પૂરી પાડેલ છે. મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં મનરેગા યોજના હેઠળ કુલ ૧૫,૪૧૭ કુટુંબોને ૫.૫૭ લાખ માનવદિન મુજબ ૯૯૩.૧૯ લાખની રોજગારી પૂરી પડાઈ છે. સરકાર દ્વારા ૧૪માં નાણાપંચ અંતર્ગત મેઘરજ તાલુકાની ૪૭ ગ્રામ પંચયાતોમા ૧૪મુ નાણાપંચ અંતર્ગત ફાળવેલ કુલ રૂ.૩૭૦૬.૮૭ લાખ ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના ૩૩૯૭ કામ પૂર્ણ કરાયા છે.
   પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું કે તમામ ગામોમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે મેડીકલ,ગ્રામ પંચાયત, તલાટી તથા સરપંચની ટીમ દ્વારા સઘન સર્વેલન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પદાધીકારીશ્રીઓનો પણ સહકાર મળ્યો હતો. આરોગ્ય સિવાયની તમામ વ્યવસ્થાઓ જેવી કે રહેવા,જમવા વગેરે સુવિધાઓ ગ્રામ પંચાયત,દૂધ મંડળી,સેવાભાવી સંસ્થાઓ અને લોક ભાગીદારીથી કરવામાં આવ્યા હતા. તમામ ગામોમાં કોરોના યોદ્ધા કમિટીની રચના કરી અદ્ભુત કામગીરી કરી છે.
  તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા ડીજીટલ સેવા સેતુ અંતર્ગત વિવિધ ૨૨ સેવાઓનો ગ્રામ્ય કક્ષાએ સરળતાથી સુવિધા મળી રહે છે. જેમાં આવકના દાખલા,આવક અંગેનું સોગંદનામું,વિધવા વિધવા સહાય ની તમામ સુવિધાઓ મેઘરજ તાલુકાની જનતાને એક જ ભવનથી તમામ પ્રકારની સગવડો મળી રહેશે. રૂપિયા ૨.૪૦ લાખના ખર્ચે બનેલ આ ભવનમાં મેઘરજ તાલુકાની ૧,૬૭,૧૧૫ વસ્તીને સુવિધાઓનો લાભ મળશે. 
 પ્રભારી મંત્રીશ્રીએ લોકાર્પણ બાદ વણકરવાસ આંગણવાડી નંદઘરની મુલાકાત લઇ તેનું પણ લોકાર્પણ કર્યું હતું, અને જેમાં આંગડવાડીની દીવાલો પર બાળકોનો અવલોકન શક્તિ અને મનોશારીરિક શક્તિનો વિકાસ થાય તેવા ચિત્રો,નીચે ૨ ફૂટના પટ્ટામાં બાળક ચોકથી કઈ પણ દોરી શકે તેવી વ્યવસ્થા, બાળકમાં લાઈફ સ્કીલનો વિકાસ થાય તેવા ચિત્રો તથા જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ અને ક્રિયાઓ તેમજ પરિસરનો સચિત્ર પરિચય આપ્યો,
 આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લાલસિંહ રાઠોડ,ઉપપ્રમુખશ્રી કનુભાઈ મનાત,જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ ધામેલીયા,પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ,ભાજપ અગ્રણીશ્રી રાજેન્દ્રભાઈ પટેલ,જિલ્લા/તાલુકાના સદસ્યશ્રીઓ,મેઘરજ ગામના સરપંચશ્રી તથા અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.    

અરવલ્લી.મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર.

વરદાન ઇન્ડિયા ન્યૂઝ.

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *