બિન અનામત વર્ગ આયોગના ચેરમેન શ્રી રશ્મીભાઇ પંડ્યાના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો એનાયત કરાયા

અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્રારા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યકમ અંતર્ગત મુખ્યમંત્રી પાક સગ્રહ સ્ટ્રકચર યોજના અને કિશાન પરિવહન યોજનાના લોકાપર્ણ કાર્યકમ ગુજરાત રાજય બિન અનામત વર્ગ અયોગના ચેરમેનશ્રી રશ્મીભાઇ પંડયાના અધ્યક્ષ્સ્થાને મોડાસા અને ભિલોડા ખાતે યોજાયો હતો.
મોડાસા શહેરના ભામાશા હોલમાં યોજાયેલ ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા ચેરમેનશ્રીએ જણાવ્યુ હતુ કે રાજય સરકારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ખેડૂતાના પડખે રહી આત્માનિર્ભર પેકૅજ જાહેર કર્યુ તેમને મુખ્યમંત્રી કિસાન સહાય સાથે આવરી ખેડૂત કલ્યાણના સાત કદમ લીધા છે. જેમાં અતિવૃષ્ટિ જેવા સમયમાં ખેડૂતોને પાક બગડી ન જાય તે માટે પાકસંગ્રહ સ્ટ્રકચર સહાય તેમજ પાકેલા પાકને લાવવા માટે અને વેચાણ માટે કિસાન પરિવહનના સાધનો આપી ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવા નક્કર કદમ લીધા છે. આ યોજનાનો મહત્મ લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો
જયારે ભિલોડા, મેધરજ, માલપુર તાલુકાના ખેડૂતો માટે ભિલોડાના શામળપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધરતીપુત્રોને સંબોધતા કહ્યુ હતું કે ખેડૂતોની આવક બમણી થાય, ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ૧૫ હજાર કરોડ રૂપિયાની કૃષિ પેદાશ ટેકાના ભાવે ખરીદી છે. ખેડૂતોને ઝીરો ટકાએ પાક ધિરાણ આપવામાં સહિતના ક્રાંતિકારી નિર્ણય લીધા છે.

આ પ્રસંગે માન મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત બે પગલાં એટલે કે મુખ્યમંત્રીશ્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના ઇ-લોકાર્પણ કરી ખેડૂતોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જયારે અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજયના બિન અનામત વર્ગ આયોગના ચેરમેનશ્રીએ તથા મહાનુભાવોના હસ્તે લોડીંગ વાહન તથા ગોડાઉન બનાવા માટેના મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી હંસાબેન પરમાર, ભિલોડા ખાતે ભિલોડાના ધારાસભ્ય ર્ડા અનિલ જોષીયારા, જીલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જીલ્લા વિકાસ અધિકાર ર્ડા.અનિલ ધામેલિયા, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી શામળભાઇ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.આર.પટેલ, જિલ્લા અગ્રણીશ્રી રણવીરસિહ ડાભી,ખેતીવાડી-બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા
અરવલ્લી મોડાસા .રિપોર્ટર…ભરત ઠાકોર.?..વરદાન ઇન્ડિયા ન્યૂઝ કી લાઈવ રિપોર્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here