અરવલ્લીની ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રો પરથી ૯૭૫૭ તરૂણી-કિશોરીઓને સરગવાનો જ્યુસનું વિતરણ કરાયું
March 23, 2021
No Comments
અરવલ્લીમાં આંગણવાડી આશા અને આરોગ્ય કાર્યકરના પોષણ ત્રિવેણીના નવા અભિગમ સાથે કુપોષણને દૂર કરવા ૧૪૫૦ આંગણવાડીઓમાં તરૂણી-કિશોરીઓને સરગવાના જ્યુસનું વિતરણ કરવા આવ્યું હતું
અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે જેમાં સરગવો ઉત્તમ ઔષધિય અને ગુણકારી મનાય છે. જે અંતર્ગત જિલ્લાની ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રો પર સરગવાના જ્યુસ નું નિદર્શન અને વિતરણ કરવામાં આવ્યું હતું. તેની પૂરતી માહિતી પણ આપવામાં આવી હતી.
સંકલિત બાળ વિકાસ દ્વારા જિલ્લાની ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રેા પરથી ૯૭૫૭ દીકરીઓએ સરગવાના જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં બીજી અન્ય દિકરીઓને પણ સરગવાનો જ્યુસ પીવે તે અંગે પ્રેરિત કરવામાં આવશે.
અરવલ્લી. મોડાસા..
રિપોર્ટર.. ભરત ઠાકોર
વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏
Share This:-