અરવલ્લી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર હિંસાથી અસરગ્રસ્ત મહિલાના વ્હારે આવ્યું, છત્તીસગઢના કાંકેરની મહિલાને ૨૫ દિવસ આશ્રય આપી વતનમાં પરત મોકલાઇ


અરવલ્લી ૨૬ ફેબ્રુઆરીના રોજ પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને આશ્રય આપવામાં આવ્યું, જેઓનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે મહિલા છત્તીસગઢ ના કાંકેર જિલ્લાના વતની છે, આ બહેનને સોશિયલ મીડિયા થકી મોડાસાના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા તેમનુ વતન છોડી તેના ૨ વર્ષ ના બાળક સાથે મોડાસા ખાતે આવેલ અને મંદિરમાં જઈ લગ્ન કરી તેમનો ઘર સંસાર નિભાવવા લાગ્યા પરંતુ થોડા દિવસ બાદ આ પતિ દ્વારા બેનને તથા તેના બાળકને શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતા જેથી તેઓ મોકો જોઈ નીકળી ગયેલ અજાણ હોવાથી જાગૃત નાગરિક મહિલાઓની મદદ થી પરખ સંસ્થા સંચાલિત ” સખી” વન સ્ટોપ સેન્ટર ,અરવલ્લી ખાતે આશ્રય આપી બેનને પોલીસ તથા કાનૂની સહાય તથા મેડિકલ સહાય પૂરી પાડી સાથે સાથે સતત મનોસામાજિક ટેકો પૂરો પાડી ૨૩ માર્ચના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક જાડેજા વિક્રમબા અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ફાળવેલ પોલીસ કોન્સટેબલ સંગીતાબેન તથા કોન્સ્ટેબલ અર્જુનકુમાર સાથે પોલીસ એસ્કોર્ટ સાથે બેનના વતન છત્તીસગઢના કાંકેર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને તેના આગળના પુનઃ સ્થાપન અર્થે મુકાયા છે.

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *