અરવલ્લી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી

પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, , દેશભક્તિ ગીતો, ભજનો, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામ

મોડાસા-શુક્રવાર, અરવલ્લી જિલ્લામાં ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રવ્યાપી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે મોડાસાના ભા.મા.શા. હોલ મ.લા. ગાંધી કોલેજ કેમ્પ્લસ ખાતે મા.શીશપાલસિંહ રાજપુત, યોગ બોર્ડના અધ્યક્ષશ્રી ગુજરાત રાજયના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
ભારતની સ્વતંત્રતા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા દેશ-રાજયમાં ઠેર-ઠેર લોકજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ દેશભક્તિની યુવાપેઢીમાં ચેતના જગવતા કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ ૧૨ માર્ચે ગાંધી આશ્રમ અમદાવાદ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મહાનુભવોના હસ્તે દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો
પ્રાસંગિક પ્રવચનમાં અધ્યક્ષશ્રીએ જણાવ્યુ હતુ ભારતની સ્વતંત્રતા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા દેશ-રાજયમાં ઠેર-ઠેર લોકજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ દેશભક્તિની યુવાપેઢીમાં ચેતના જગાવવા, આત્મનિર્ભર ભારતનો મંત્ર જન જન સુધી પહોંચે અને જનજનનો મહોત્સવ બને તે માટે જિલ્લા કક્ષાએ અરવલ્લીમાં દાંડીયાત્રા અંતર્ગત આત્મનિર્ભર ભારત,મોર્ડન ઈન્ડિયા, ક્લાઇમેન્ટ ચેન્જ, શૌર્યગીત, નાટિકા આશ્રમ, ભજનાવલી આધારિત ભજનો, આઝાદીની ચળવળ અને રાષ્ટ્રભક્તિની થીમ આધારિત ૧૨ મી માર્ચ-૨૦૨૧ થી ૫ એપ્રિલ સુધી આઝાદી સાથે સંકળાયેલા ૭૫ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આઝાદીના સંગ્રામાંઅરવલ્લીનું યોગદાન રહેલું છે સમગ્ર દેશમાં જયારે આઝાદીનો સંગ્રામનું રણશિંગૂ ફૂંકાયુ ત્યારે તેની અસર બૃહદ સાબરકાંઠા અને હાલના અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી દેશમાં ગાંધીજીએ સ્વદેશી ચળવળની લડત આરંભી ત્યારે અરવલ્લીના મોડાસાની શંકર રામજી ધર્મશાળા ખાતેથી મથુરદાસ ગાંધીએ ચળવળના શ્રીગણેશ કર્યા. જેમાં વિલાયતી ખાંડનો બહિષ્કાર, દેશી બનાવટની બીડી, પંચાંગી અસહકાર, પરદેશી કાપડનો બહિષ્કાર સહિતના આક્રમક કાર્યક્રમો શરૂ કર્યા. સ્વદેશી ચળવળને વેગ આપવા અને સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપી બજારભાવ સ્થિર કરવા જિલ્લામાંથી ૨૪૦ રેંટીયા ફરતા કરી સ્વદેશી ભંડાર શરૂ કર્યો. જયારે ૧૯૨૦ના નાગપુરના અધિવેશનમાં ગાંધીજીએ નોકરીના બહિષ્કારના આપેલા આદેશને ઝીલી અરવલ્લીના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી, મોહનલાલ ગાંધી, પુરૂષોત્તમ શાહ, સૂરજી સોલંકી અને રમણલાલ સોનીએ કુટુંબની જીવાદોરી સમાન નોકરી-ધંધાને તિલાંજલી આપીને આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી.
અરવલ્લી જિલ્લામાં અદાલતોના બહિષ્કારના ઝૂંબેશમાં મોડાસામાં સરકારી અદાલતોનો વિકલ્પ પુરો પાડવા જનતાની લવાદ કોર્ટની સ્થાપના કરી અને ૪૦ સદ્દગૃહસ્થાઓએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી આઝાદીમાં યોગદાન આપ્યું હતું તથા આઝાદીની લડતામાં અરવલ્લીના હિન્દુ-મુસ્લિમોમાં ઐક્ય જળવાય રહે તે માટે મથુરદાસ ગાંધી, રમણલાલ સોની,મહમદ હુશેન મુનશી મહમદખાનજી વગેરે અગ્રણીઓએ સબળ પુરૂષાર્થ આદર્યો, મોડાસા હાઇસ્કૂલ આર્થિક ભીંસ અનુભાવતી હતી ત્યારે હાઇસ્કૂલને હિન્દુ હાઇસ્કૂલ નામ આપવાની શરતે મળતું એક લાખ રૂપિયાનું માતબર દાન કોમી એકતા જાળવવા ખાતર દાન જતુ કર્યુ હતું કોમી એખલાસનું જવલંત અને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ગાંધીના વિચારના વરેલા અરવલ્લી વાસીઓએ સમૂહ જીવનની ભાવનાને વ્યાપક બનાવવા સારૂ અમદાવાદના સાબરમતી આશ્રમની જેમ બૃહદ સાબરકાંઠા જિલ્લાના ઓઢા ગામે ગાંધી મંદિર શરૂ કરવામાં આવ્યું હતું,૧૯૧૯ જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો તે ઇતિહાસ અંકિત છે પરંતુ તેનાથી પણ વધુ ક્રૂર હત્યાકાંડ બૃદહ સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવમાં માર્ચ ૧૯૨૨માં સર્જાયો હતો તેમાં ૧૨૦૦ જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધી દેવાયા પણ કયાંય નોંધ લેવાઇ નહિ, અંગ્રજો એ રેકર્ડ પર અંકિત થવા ન દિધી. ૭ માર્ચ ૧૯૨૨ના રોજ રાજસ્થાન રાજ્યના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં દઢવાવ ગામે એક સભા બોલાવી તેમાં રાજસ્થાન, દાંતા, ખેરવાડા, પોશીના તથા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા. બ્રિટીશ સામ્રાજ્યવાદી લગાન વધારવાના જુલમ સામે એકઠા થયેલા લોકાનો સંદેશ જાણીને મેવાડ ભીલ કોપર્સ(એમ.બી.સી) નામના બ્રિટીશ અર્ધ લશ્કરી દળો સભાસ્થળને હથિયારો સાથે ગોઠવાઇ ગયા આઝાદીનો અવાજ દબાવવા શ્રી મોતીલાલ તેજાવતને પકડી લેવા આદેશ આપ્યો મોતીલાલે વેરા વધારાનો પ્રચંડ વિરોધ કર્યો અંગ્રેજ અફસર મેજર શ્રી એચ.જી.સટ્ટે ગોળીબારનો આદેશ કર્યો, ૧૨૦૦ જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધાઇ ગયા. મોતીલાલ તેજાવત અગમચેતીથી બચી ગયા ઉંટ પર જતા તેમને હાથે ગોળી વાગી હતી. આઝાદીબાદ મોતીલાલ તેજાવતે ત્યાં મુલાકાત લઇ હત્યાકાંડની સ્મૃતિમાં આ ભૂમિને વીરભૂમિ ગણાવી ત્યાં મોટા મેળા ભરવાનું કહ્યું હતું ૨૨ જૂન ૨૦૦૩ રોજ ઐતિહાસિક શહિદગાથાની સ્મૃતિમાં તેને જીવંત રાખવા શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા શહિદ સ્મારક ઉભુ કરવામાં આવ્યું છે. આ ૧૨૦૦ શહિદોની યાદમાં ૧૨૦૦ જેટલા વૃક્ષો વાવી શહિદ સ્મૃતિવન ઉભું કરવમાં આવ્યું છે. જે આજે સુંદર રમણીય અને લીલી વનરાજીથી ખીલી ઉઠ્યુ છે.
વધુમાં અધ્યક્ષશ્રી યોગ બોર્ડમાંથી આવતા હોઇ સૌ અધિકારી, પદાધિકારીઓ નાગરિકોને યોગ કરવા અને નિરોગી બનવા અનુરોધ કર્યો હતો અને અરવલ્લીવાસીઓને અમૃત મહોત્સવની સાથે સાથે સૌ સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેવી શુભકામના પાઠવી હતી.
આ કર્યક્રમાં જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી, પ્રાંત અધ્કારીશ્રી મયંક પટેલ, અગ્રણીશ્રી રાજુભાઇ પટેલ, ભીખાભાઇ ડામોર, નાગરિકો વગેરે ઉપસ્થિત રહયા હતા.
અરવલ્લી મોડાસા રિપોર્ટર.. ભરત ઠાકોર..વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *