અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૨૬ નિરાધાર બાળકોને ઓનલાઇન સહાય અપાઇ


રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી બાળ સેવા યોજનાનું ઓનલાઇન લોન્ચીંગ કરાયું


   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજયમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો હતો આ યોજના અંતર્ગત કોરોનાની મહામારી દરમિયાન મા-બાપ ગુમાવી નિરાધાર બનેલા અરવલ્લી જિલ્લાના ૨૬ બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રતિ બાળક દીઠ રૂ ૪૦૦૦ની સહાય રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.     
   કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોની આધાર બનવાની સંવેદનશીલતા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાખવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૯ મે જાહેર થયેલ મુખ્યમંત્રી બાળસેવા યોજનાના માત્ર ૩૮ દિવસમાં રાજયવ્યાપી આગવી સંવેદના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી છે. 
 કોરોનાથી માતા પિતાનું અવસાન થતા નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચુકેલા અરવલ્લી જિલ્લાના ૨૬ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રૂ. ૪૦૦૦ની સહાયનો આજથી આરંભ કરાયો છે. 
  મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને ૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.
જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. 
ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.
  આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જીલ્લા વિકાસ અધિકારીશશ્રી શ્રીમતિ શ્વેતાબેન તેવટિયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, જીલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, સામજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી રાજનભાઈ પટેલ, જીલ્લા સામજિક ન્યાય સમિતિના અધિકારીશ્રી વિજયભાઈ ચૌધરી, ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેનશ્રી હીરાભાઈ પટેલ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ બિહોલા,જુવેલાઈન જસ્ટીન વોર્ડના સભ્યોશ્રીઓ તથા કોરોનામાં માતા-પિતાની સત્ર છાયા ગુમાવી ચુકેલા બાળકો ઉપસ્થિત રહ્યા.

અરવલ્લી. મોડાસા.

રિપોર્ટર.. ભરત ઠાકોર.

વરદાન ઇન્ડિયા ન્યૂઝ.🙏🙏🌹🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *