ઇદ પ્રાર્થના: નમાઝમાં રાષ્ટ્રની શાંતિ માટે બધાએ પ્રાર્થના કરી

રિપોર્ટર મોહસીન ચૌહાણ – એન્કર રમઝાન માસની સખત ગરમીમાં લાંબા સમયના રોઝા,આખો મહિનો નમાઝ , અને ખુદાની ઈબાદત , ઝકાત વગેરે સારા કાર્યો કર્યા પછી મહિનાના અંતે સવ્વલ માસની પ્રથમ તારીખે મુસ્લિમો જે ખુશીનો તહેવાર મનાવે છે તેને ઈદ ઉલ ફિત્ર કે રમઝાન ઈદ કહેવામાં આવે છે.ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી ઇદગાહ માં મોડાસા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ મુસ્લિમ બિરાદરો એ એકઠા થઇ ઇદની નમાઝ અદા કરી હતી.નમાઝ પછી એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવ્યા હતા.બીજી તરફ મોડાસા ચારરસ્તા નજીક ભાજપ અને કોગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ અને અન્ય કાર્યકરોએ મુસ્લિમ બિરાદરોને હર્ષોલ્લાસ પૂર્વક ઈદ મુબારક પાઠવી કોમી એકતાની પ્રતીતિ કરાવી હતી.જ્યારે પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *