ખેડૂતોને રાત્રે પિયત કરતી વખતે પડતી મુશ્કેલીનો અંત આવ્યો-શ્રી રમણલાલ પાટકર
January 13, 2021
No Comments
અરવલ્લી જિલ્લાના ભિલોડાના માર્કેટયાર્ડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો
જિલ્લા પ્રભારી વન તથા આદિજાતિ રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમણલાલ પાટકર અને રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા દ્વારા શુભારંભ કરાયો,
અરવલ્લી જિલ્લાના ભિલોડાના ૨૬ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાશે.
ખેતરોમાં ખેડૂતોને રાત્રે પિયત સમયે સાપ,જીવજંતુ કરડવાનો ભય રહેતો હતો
- શ્રીમતિ રમીલાબેન બારા
અરવલ્લી જિલ્લાના ભિલોડાના માર્કેટયાર્ડ ખાતે જિલ્લા પ્રભારી અને વન તથા આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી જેનાથી ભિલોડાના ૨૬ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. જિલ્લા પ્રભારી અને વન તથા આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકરે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં મોટા ખેડૂતો ૫૭ લાખ અને નાના ખેડૂતો ૮૬ લાખ છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કર્યો હતો. અગાઉ ખેડૂતોને બે તબક્કામાં વીજળી આપવામાં આવી જેને લઈ ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે જવું પડતું હતું. જે મુશ્કેલીઓનો આ યોજનાથી સુખદ નિરાકરણ આવ્યું છે. શ્રી રમણલાલ પાટકરે વધુમાં જણાવ્યું કે, સરકારે જ્યોતિગ્રામ યોજના અમલમાં મુકી હતી. જે યોજના અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન લાઇનનું વિસ્તૃતિકરણ કર્યું છે જેનાથી ગુંણવત્તાસભર વીજળી મળતા ૧૮ હજાર ગામડાઓમાં વીજળી ઝળહળી હતી. ૬૬ કેવી અને ૨૨૦ કેવી ના સબ સ્ટેશનો તૈયાર કર્યા. અત્યારે ખેડૂતો સ્વાવલંબી બન્યા છે. રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ જણાવ્યું કે, ખેતરોમાં ખેડૂતોને સાપ કે અન્ય જીવજંતુ ના કરડે તેવી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી શ્રીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવીને ખેડૂતોને એક અમૂલ્ય ભેટ આપી છે. ખેડૂતોને હવે ડગલે ને પગલે આર્થિક ક્ષેત્રે ખેડૂતોને તેમને ખ્યાલ આવ્યો છે. સરકારે ૯ હજાર કૃષિપેદાશો હતી તેમાંથી તેને વધારીને બમણી કરી છે. ખેડૂતોને સબસીડીની પણ રાહત મળી છે. આ યોજના હેઠળ ૨૦૨૧ના અંત સુધી રાજયભરના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. ખેડૂતોને પાણી મળી રહે તે માટે વહેતા પાણીને રોકવા માટે ચેકડેમો,બોરીબંધ વગરે જેવા કામ કર્યા છે, ખેતરોમાં પાણી જાય તેની વ્યવસ્થા સરકારે કરી આપી છે. મુખ્યમંત્રીએ સાતપગલા યોજનાની શરૂઆત પણ ખેડૂતો માટે કરી હતી. ખેડૂતો પાકની સારી રકમ મેળવી શકે માટે એ. પી. એમ. સી.ને સદ્ધર કર્યા. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી ખેડૂતોને ઘર સુધી વીજળી પહોંચાડી આપી અને અરવલ્લી જિલ્લાના ઝૂંપડાં સુધી પણ સરકારે વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે. સરકરે કોઈપણ ઘર વીજળી વગર રાખ્યું નથી. સરકારે ગરીબો અને ખેડૂતો માટે ઘણી કામગીરી કરી છે. યોજનાના આરંભે કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, અગ્રણી શ્રી રણવીરસિંહ ડાભી, પી.સી.બરંડા, માર્કેટયાર્ડના ચેરમેન શ્રી હિતેન્દ્રસિંહ, શ્રી પ્રાંત અધિકારી, અધિક્ષક ઇજનેર શ્રી યુ. જી. વી. સી. એલ, શ્રી કાંતિભાઈ પટેલ, પ્રયોજનાના વહીવટ દાર, સરપંચ શ્રીમતી અંબાબેન સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
0000000000
અરવલ્લી મોડાસા રિપોર્ટર.?…ભરત ઠાકોર…વરદાન ઇન્ડિયા ન્યૂઝ ની લાઈવ રિપોર્ટ

Share This:-