જિલ્લા કલેકટરશ્રીએ મોડાસામાં યોજાયેલ રસીકરણ અંતર્ગત અલગ-અલગ સેન્ટરોની મુલાકાત લીધી
April 1, 2021
No Comments
અરવલ્લી જિલ્લામાં આજરોજ 1લી એપ્રિલ 2021ના રોજ મોડાસાના 10 સેન્ટરો ખાતે રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જે અનુસાર 45 થી 59 વર્ષના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા હતા.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકારે મોડાસાના દરેક સેન્ટર પર જઈને લોકોને વ્યવસ્થિત રીતે અપાય છે તેની ચકાસણી કરવા અંગે દરેક સેન્ટરની મુલાકાત લીધી હતી.
તેમણે લોકોને અભિપ્રાય લેતા નાગરિકો જોડે વાર્તાલાપ કરતા જણાવ્યું કે આ રસી લેવાથી તેમણે કોઈ તકલીફ કે કોઈ આડઅસર તો થતી નથી ને તેવી ચર્ચા મોડાસાના નાગરિકો જોડે કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક નાગરિકની ફરજ છે કે તે કોરોનાની રસી લે અને બીજા લોકોને પણ રસી લેવા માટે પ્રેરિત કરે.તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ. માસ્ક અચૂકપણે પહેરવું જોઈએ, સેનેટાઈઝરથી વાંરવાર હાથ પર લગાવું જોઈએ તથા સરકારની કોરોના ગાઇડ લાઈનનું પાલન કરવું જોઈએ.....અરવલ્લી મોડાસા રિપોર્ટર.. ભરત ઠાકોર વરદાન ઇન્ડિયા ન્યૂઝ..🙏🙏
Share This:-