જિલ્લા તેમજ તાલુકા પંચાયતો ની ચુંટણી આગામી 28 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે આ ચુંટણી પ્રક્રિયા મા રોકાયેલા અધિકારી તેમજ કર્મચારીઓ માટે કોવિદ 19 માર્ગદર્શિકા કોરોના કિટ સાથેની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરવા

February 26, 2021 by No Comments

જિલ્લા તેમજ તાલુકા પંચાયતો ની ચુંટણી આગામી 28 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે આ ચુંટણી પ્રક્રિયા મા રોકાયેલા અધિકારી તેમજ કર્મચારીઓ માટે કોવિદ 19 માર્ગદર્શિકા મુજબ કોરોના કિટ સાથેની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ આ ફરજ દરમિયાન પીવાનું શુદ્ધ પાણી ,ચા કોફી નાસ્તો તેમજ જમવા રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ચુંટણીના સ્થળે જવા આવવા વાહનની સુવિધા જેવી કર્મચારી કલ્યાણ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય ચુંટણી પંચ ની સૂચનાઓ અંતર્ગત જિલ્લા કક્ષા એ આ માટેના નોડલ ઓફિસર ની નિમણુક કરવામાં આવેલ છે.
અરવલ્લી જિલ્લા ના નોડલ ઓફિસર વેલ્ફેર અને જિલ્લા આયોજન અધિકારી શ્રી સુરેન્દ્રસિંહ ડાભી એ જિલ્લા ના બાયડ પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ,ભિલોડા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાધુ મેઘરજ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.આર. પટેલ, માલપુર ખાતે કાર્યપાલક ઇજનેર જિ. પં શ્રી વસાવા,મામલતદાર શ્રી મદાત
ધનસુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ તાલુકાના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે ની વ્યવસ્થાની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા અને જિલ્લા મા તમામ તૈયારી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *