પુલ ઉપરથી નીચે પટકાતા ઇરફાનભાઇ યુનુસભાઇ બાડીને તાબડતોબ.. મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કોવીડ-૧૯ વેક્સીનેશન અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજાયો

બ્રેકિંગ અરવલ્લી – ટીંટોઈ ના પુલ ઉપરથી બાઈક લઈને પસાર થતા.

અજાણ્યા વાહને ટક્કર મારતા

પુલ ઉપરથી નીચે પટકાતા ઇરફાનભાઇ યુનુસભાઇ બાડીને
તાબડતોબ.. મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અને ગંભીર રીતે ગયાલ થયેલ ઇરફાનભાઈ યુનુસભાઈ બાંડી ગાડી ની જોરદાર ટક્કર વાગતા ટીંટોઇ ઓવર બ્રિજ ઉપર થી ગાડી ની ટક્કર વાગતા 50 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા તેમ છતાં રામ રાખે તેને કોણ ચાખે તેવો આબાદ બચાવ થવા થી ખુશી ની એક નાની લહેરકી જોવા મળી હતી અને પરિવાર પણ ચિતામાં તાબડતોબ ગટના સ્થળે દોડી પહચો હતો.અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના વરદાન ઇન્ડિયા ન્યૂઝ ના પ્રતિનિધિ… ભરત ઠાકોર🙏🙏

અરવલ્લી જિલ્લામાં કોવીડ-૧૯ વેક્સીનેશન અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજાયો


૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષ ઉપરના વ્યક્તિઓને રસીકરણ હેઠળ આવરી લેવાયા


     કોરોના વાયરસ ની હાલ માં વધતી જતી મહામારી સામે રક્ષણ પૂરું પાડવા હેતુસર સરકારશ્રી દ્વારા સમગ્ર રાજય માં કોરોના રસીકરણ કાર્યક્રમનો ૧લી માર્ચથી પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા માં ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા તેમજ ૪૫ થી ૫૯ વર્ષ ની વયજૂથ ધરાવતા કોમોર્બિડ દર્દી (કેન્સર,ટી.બી,બ્લડ પ્રેશર,ડાયાબીટીસ અને કીડનીની ગંભીર બીમારી ધરાવતા લોકો) માટે તારીખ-૧લી માર્ચ થી કોવિડ-૧૯ રસીકરણનો કાર્યક્રમનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.
કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ-૧૯ માર્ચ ૨૦૨૧ સુઘીમાં ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા કુલ-૪૬૮૩૯ વ્યક્તિઓ તેમજ ૪૫ થી ૫૯ વર્ષ ની વયજૂથ ધરાવતા કોમોર્બિડ કુલ-૪૮૨૬ દર્દીઓને આમ, કુલ-૫૧૬૬૫ વ્યક્તિઓનું જીલ્લામાં શરૂ કરવામાં આવેલ કુલ-૧૬૭ કોવિડ-૧૯ રસીકરણ કેન્દ્રો પર રસીકરણ હેઠળ આવરી લેવાયા.
 અરવલ્લી જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહીક આરોગ્ય કેન્દ્રો,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભીલોડા અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે વિના મૂલ્યે રસીકરણ કરવામાં આવશે. કોવીડ-૧૯ રસી લેનાર દરેક વ્યક્તિઓએ રસીકરણ દરમ્યાન પોતાનું ઓળખકાર્ડ પાસે રાખવું જરૂરી છે. ૪૫ થી ૫૯ વર્ષના  ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓએ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું બીમારી અંગેનું  પ્રમાણપત્ર રાખવું જરૂરી છે.
 રસીકરણ માટે ઓનલાઈન કોવીન ૨.૦ તેમજ આરોગ્ય સેતુ એપ ધ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે.રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય તો રસીકરણ સ્થળપર તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુમાં સબંધિત વયજૂથના જીલ્લાના તમામ વ્યક્તિઓ કોવિડ-૧૯ રસીકરણ વહેલામાં વહેલું કરાવી કોવિડ-૧૯ ની ગંભીર બીમારીથી રક્ષિત થાય તેવી જીલ્લા આરોગ્ય તંત્રની અપીલ છે. 

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *