રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જીલ્લામાં “ધન્વંતરી આરોગ્ય રથ” ફાળવાયો, જીલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરના વરદ હસ્તે “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈરાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ(GVK EMRI) દ્વારા સંચાલિત તા.10 એપ્રિલ ૨૦૨૧ ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ ખાતે 20 જેટલી ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું હતું. 
    જે અંતર્ગત એક ધન્વંતરી આરોગ્ય રથ અરવલ્લી જીલ્લા માટે ફાળવેલ હતો. જેનું આજ રોજ અરવલ્લી જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરના વરદ હસ્તે રિબીન કાપીને “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈ.
    અરવલ્લી જીલ્લાના શ્રમિક લોકોને લાભ લેવા માટે “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈ.       જે અનુસંધાને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તથા GVK EMRI 108 વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *