અરવલ્લીના બાયડની વાત્રક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો

અરવલ્લીના બાયડની વાત્રક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો


સમગ્ર દેશ કોરોના મહામારીની વિકટ પરિસ્થતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજયમાં લોકોને આરોગ્ય સુવિધા સારી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત લોકોને ઓક્સિજનના અભાવે લોકોને જીવ ખોવાનો વારો ન આવે તે માટે અરવલ્લીના બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગરીબ દર્દીઓ માટે સેવાઆશ્રયનું મોટુ આરોગ્ય ધામ એટલે બાયડની વાત્રક હોસ્પિટલ. જયારથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી અવિરત રીતે દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી રહી છે.ઘણા દર્દીઓ સાજા થઇ ને સ્વગૃહે પરત પણ ફર્યા છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનનો વિકટ પ્રશ્ન ઉભો થયો ત્યારથી વાત્રક હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે અથાગ પ્રયત્ન હાથ ધર્યા અને તેના પરીપાક રૂપે મંગળવારના રોજ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો
પ્રતિમિનિટે ૨૦૫ લિટર ઉત્પાદન કરતા આ પ્લાનટથી દર્દીઓને સરળતાથી ઓક્સિજન ઉપલબ્ધ થશે
પ્લાન્ટ ખુલ્લો મુકતી વેળાએ સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્ર પટેલ, સહકારી અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, વાત્રક હોસ્પિટલના સંચાલક શ્રી કનુભાઇ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

           અરવલ્લી મોડાસા. રિપોર્ટર...

ભરત ઠાકોર.

વરદાન ઇન્ડિયા. ન્યૂઝ🙏🌹🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *