અરવલ્લીમાં મોડાસાના કેળવણી મંડળ ખાતે જીલ્લા કક્ષાની સિનિયર સીટીઝન સ્પર્ધા યોજાઈ

October 7, 2021 by No Comments

મોડાસા-ગુરૂવાર,
ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત અનેક જગ્યાએ વિવધ પ્રકારના કાર્યક્રમો, સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના કેળવણી મંડળ ખાતે જીલ્લા કક્ષાની સિનિયર સીટીઝન સ્પર્ધા ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ યોજાઈ.
જેમાં એથ્લેટિક્સ, ચેસ, કેરમ, રસ્સાખેંચ જેવી અલગ-અલગ સ્પર્ધાઓમાં ૮૦ થી વધુ ઉમરના સિનિયર સીટીઝનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. હવે આગળના સમયમાં જિલ્લામાં વિજેતા થયેલ સિનિયર સિટીઝનો આગામી સમયમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે.
આ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, જીલ્લા રમત ગમત અધિકારીશ્રી, સિનિયર કોચશ્રી, કે.એન. શાહ હાઈ,સર્વોદય હાઈ અને બી કનઈ સ્કૂલના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી મોડાસા
રિપોર્ટર
ભરત ઠાકોર
વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published.