અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સહયોગ ચોકડી નું આજરોજ ખાતમુહૅત નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર.હસ્તેથયું જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા

મોડાસા નગરમાં આવેલ સહયોગ ચોકડી કે જે અકસ્માત ઝોન તરીકે ઓળખવામાં આવે છે ત્યાં વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી બીએપીએસ સ્વામિનારાયણ સંકુલ તરફથી પ્રમુખ સ્વામી સર્કલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગ સ્વરૂપે આજે મોડાસા નગરમાં બાયપાસ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે મહંત સ્વામી મહારાજ ની પ્રેરણાથી મોડાસા બાયપાસ રોડ સહયોગ ચોકડી ખાતે પૂજ્ય સંતો તથા અધિકારીશ્રીઓ તથા નગરના અગ્રણીજનો ની ઉપસ્થિતિમાં નૂતન સર્કલ નો ખાતવિધિ સંપન્ન કરવામાં આવેલ છે .કોરોના મહામારી ને અનુલક્ષીને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર મર્યાદિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે .આ નૂતન સર્કલ નિર્માણમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સરકાર શ્રી મોડાસા શહેર ના નગરજનો તેમજ વેપારી સંગઠનો તેમજ અગ્રણીઓના સહકારથી તૈયાર થશે.
મોડાસા નગરમાં આવેલ સહયોગ ચોકડી કે જે જગ્યાએ વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. છેલ્લા એક વર્ષમાં ૧૫થી વધારે અકસ્માત સર્જાયા છે જેમાં કુલ પાંચ લોકોએ એક વર્ષમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પાંચ મહિના અગાઉ સગર્ભા મહિલા નું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાથી નગરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો જેના ભાગ સ્વરૂપે પોલીસ દ્વારા કામ ચલાવ સર્કલ બનાવવામાં આવ્યું હતું.
આજરોજ નગરના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બે પૂજ્ય સંતો,અગ્રણીઓની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના વરદાન ઇન્ડિયા ન્યૂઝ ના પ્રતિનિધિ.. ભરત ઠાકોર🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *