અરવલ્લી જિલ્લામાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ કરાઈ

September 6, 2021 by No Comments


   અંગ્રેજી માધ્યમમાં માત્ર ખાનગી શાળા જ વાલીઓ માટે એક માત્ર વિકલ્પ થોડા સમય પહેલા હતી. પરંતુ હવે અરવલ્લી જિલ્લામાં અંગ્રેજી માધ્યમની  સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવેલ છે. જેની રચનાત્મક અસરની નોંધ સમાજ લઈ રહ્યો છે.
  જે અંતર્ગત મેઘરજ તાલુકામાં રહિફા ફાતિમા, ડાયા જોહન અશરફ, ડાયા જિયાન અશરફ ત્રણે વિદ્યાર્થીઓએ RTE અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મળેલ જેની ફી પણ સરકાર શ્રી દ્વારા ભરવામાં આવનાર હતી, પરંતુ છેલ્લા બે વરસમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા સ્થળે શરૂ કરવામાં આવેલ છે અને તેમાં ખૂબ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્ય થઈ રહેલ છે જેને કારણે RTE માં મળેલ પ્રવેશને જતો કરીને આ વિદ્યાર્થીઓએ સરકારી અંગ્રેજી માધ્યમની મેઘરજ ખાતેની શાળામાં અભ્યાસ ચાલુ રાખેલ છે. 
 જે સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં થતા ગુણવત્તાયુક્ત કામને દર્શાવે છે. છેલ્લા બે વર્ષમાં સરકારી અંગ્રેજી માધ્યમ ની શાળાઓ ૪૫૬ જેટલાં બાળકોને પ્રવેશ માટે આકર્ષવામાં સફળ રહી છે. આવનાર દિવસોમાં તાલુકા સ્થળે શરૂ કરાયેલ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ જરૂર મોટા શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ નું સ્થાન લેશે. જેમાં  જે વાલીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેમને તાલુકાની BRC ભવનની કચેરી અથવા શાળાનો સીધો સંપર્ક કરવા જિલ્લા પ્રા શિક્ષણ સમિતિ દ્વારા અનુરોધ કરાયો.

અરવલ્લી મોડાસા
રિપોર્ટર ભરત ઠાકોર
વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published.