અરવલ્લી જીલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં “Good Governanace” ની બેઠક યોજાઈ

September 28, 2021 by No Comments


મોડાસા-મંગળવાર,
ગત તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મુખ્ય સચિવશ્રી દ્વારા અરવલ્લી જીલ્લાના જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા તેમજ અન્ય અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગોની લોક કલ્યાણકારી યોજનાઓ પરત્વે અગ્રેસર રીતે “Good Governanace” થકી લોકાભિમુખ વહીવટ બાબતે “District Plan” તૈયાર કરવા સુચન કરાયું હતું.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્ર્કુમારની અધ્યક્ષતામાં તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટીયાની ઉપસ્થિતમાં “Good Governanace” ની બેઠક યોજાઈ.
જેમાં જીલ્લાની લોક કલ્યાણકારી વહીવટ પરત્વે સતતપણે આયોજન, અમલીકરણ, અસરકારક નિરીક્ષણ તેમજ ટેકનોલોજીના માધ્યમથી લોકોની સુવિધામાં વધારો થાય અને વહીવટી સેવાઓનું સરલીકરણ થાય તે સારૂ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળની કામગીરી સંદર્ભે હાલમાં કાર્ય કરવાની પધ્ધતિમાં સુધારણાનો અવકાશ, સુધારણા થકી વહીવટી સેવાઓના સરલીકરણ અને સુચનો સહિત યોજના/સેવાઓનું ટૂંકું પ્રેઝન્ટેશન(PPT) મારફતે જીલ્લામાં કરેલા જુદા-જુદા કામોની વિગતોની ચર્ચા તથા દરેક અધિકારીશ્રીઓ દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં જીલ્લા સમાહર્તાએ જણાવ્યું કે, દરેક તાલુકામાં થયેલ કામગીરીની વિગતો ઓનલાઈન થાય, કોઈપણ વિભાગમાં અરજદાર અરજી કરે તેની સીધી જ અરજી ઓનલાઈન જોઈ શકાય, તેમજ પ્રજાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેવી સિસ્ટમ સક્રિય કરવી, અરજદારને વારવાર કચેરીઓએ જવું ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ જે વિભાગની કરેલ કામગીરી આવેલ નથી તેમણે ઝડપથી મોકલી આપવા જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં અરવલ્લી જીલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ, બાયડ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, પ્રાયોજના વહીવટદાર અધિકારીશ્રી મુનિયા, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી દાવેરા, ડી.વાય એસ.પી.શ્રી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ડોડીયા, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, યુ.જી.વી.સી.એલના અધિકારીશ્રી, તેમજ જીલ્લાના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

अरवल्ली मोडासा
संवादाता
भरत ठाकोर
वरदान इंडिया न्यूज की लाइव रिपोर्ट

Share This:-

Leave a Comment

Your email address will not be published.