અરવલ્લી મોડાસાના યુ.જી.સી.હોલ કોલેજ કેમ્પસ ખાતે ગુજરાત નારી સંમેલનનું આયોજન કરાયું

September 11, 2021 by No Comments


  અરવલ્લી મોડાસાના યુ.જી.સી.હોલ કોલેજ કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લીના સયુંકત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરાયું.
  જે અંતર્ગત મહિલાઓને નારીશક્તિ વિશે ચર્ચા કરવામાં આવી તથા તેમના હકો અંગે જાગૃતિ જુદા જુદા અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
  આ પ્રસંગે તાલુકાના પ્રમુખશ્રી બિપિનભાઈ, મહિલા બાળ વિકાસ ચેરમેનશ્રી રમીલાબેન, જિલ્લા મહિલા સદસ્યશ્રીઓ,તાલુકા મહિલા સદસ્યશ્રીઓ,જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી નારી અદાલત મહેસાણા, લૉ.કોલેજના શ્રીમતિ પ્રો.ડૉ.અલ્પાબેન, પ્રોગ્રામ ઓફીસરશ્રી અરવલ્લી, મહિલા બાળવિકાસ અધિકારીશ્રી, મોડાસા તાલુકાના મહિલા સરપંચશ્રીઓ, સીડીપીઓશ્રી મોડાસા, અન્ય અધિકારીશ્રીઓ તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

અરવલ્લી. મોડાસા
વરદાન ઇન્ડિયા ન્યૂઝ
ભરત ઠાકોર

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *