અરવલ્લી સંકલિત બાળ વિકાસ કચેરી દ્વારા જીલ્લાના ૬૦૦૦ કિશોરીઓ તથા બહેનોને જ્યુસ વિતરણ કરાયુ

September 4, 2021 by No Comments


    પોષણ માસના ઉજવણીને લઈને  અરવલ્લી સંકલિત બાળ વિકાસ કચેરી દ્વારા સમગ્ર જિલ્લાનું ૬૦૦૦ કિશોરીઓ અને બહેનો માટે સરગવાના જ્યુસનું વિતરણ કરાયુ. 
  આ ઉપરાંત દરેક આંગણવાડીમાં જવારા ઉગાડવામાં આવ્યાં છે જેનો જ્યુસ એક અઠવાડિયા બાદ ૬૦૦૦ કિશોરીઓ અને બહેનોને પંદર દિવસ સુધી આપવામાં આવશે. 
  આ અભિયાનનો મુખ્ય હેતુ પોષણ અને તે અંગે જાગૃતિ માટેનો છે. દરેક તાલુકામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ને સાથે રાખીને મિસ ન્યુટ્રીશન અને Mrs ન્યુટ્રીશન જેવી રચનાત્મક સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવેલ છે. 
  જેમાં ખેતીવાડી વિભાગ, આયુષ અધિકારી શ્રી, યોગ અધિકારીશ્રી, આરોગ્ય અધિકારી શ્રી તમામ ના સહકાર થી તમામ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને ન્યૂટ્રી ગાર્ડન બનાવવાના, એનિમિયા અટકાવવા અને સ્તનપાન જાગૃતિ અંતર્ગત ની તાલીમ આપવામાં આવશે તેમજ રચનાત્મક પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ યોજાશે.

અરવલ્લી. મોડાસા
રિપોર્ટર.
ભરત ઠાકોર
વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published.