જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક સમીક્ષા બેઠક યોજાઈ

પ્રજાને સતત તેમના હિત માટે મદદરૂપ થાય તેવું સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવું
કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના


 અરવલ્લી જીલ્લાના કલેકટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામા તથા અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં મહેસૂલી અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ. 
 જે અંતર્ગત જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ કામોની સમીક્ષા કરતા જણાવ્યું કે, જીલ્લાના ગરીબ પ્રજાને હમેશા સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવું, તેમનાં  દરેક કામમાં ક્યારેય અડચણ રૂપ થવું ન જોઈએ. તેમના દરેક કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. 
 તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક કામોની અમલવારી ઝડપથી થવી જોઇએ, વર્ષની શરૂઆતમાં  જેટલા બાકી રહેલા કામોની કાચી નોંધો નિકાલ કરવો, અરવલ્લી જીલ્લાનાં તમામ તાલુકાઓમાં બાકી રહેલ કામોનો ઝડપથી નિકાલ કરવો,  મહેસૂલ તથા બાકી રહેલ કામો પૂર્ણ કરવા જણાવ્યું.
 સાથે આ સમીક્ષા બેઠકમાં ૪૦ થી વધારે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં, ગત માસ સુધીમાં મળેલ નવા કામીજાસ્તી પત્રકોનીં સંખ્યાની, ગામ દફતર અમલ કરાવેલી કમી જાસ્તી પત્રકોની સંખ્યાની, જમીન સંપાદન, બિનખેતી, સરકારી ખર્ચે માપણીની, સરકારી ખર્ચે ગામતળ નીમ, બિનખેતી હુકમો, કુવા માટે નીમ થયેલા હુકમોની ચકાસણી તથા માપણી ઉપર બાકી રહેલ કામોને ઝડપથી પૂર્ણ કરવા.
  ત્યાર બાદ  ઈ-ધરા કેન્દ્રો ખાતે નિકાલ કરેલ કામોની ચકાસણી કરી, તકરારી  હક્કપત્રક નોંધો નિકાલ કેસોની ચકાસણી કરી, બિન ખેતી પરવાનગી અંગેના અરજીના નિકાલની ચકાસણી કરી જરૂરી સુચનો કર્યા. 
  આ બેઠકમાં અરવલ્લી જીલ્લાના નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી, પ્રાંત અધિકારીશ્રી બાયડ, નાયબ મામલતદારશ્રી મોડાસા, નાયબ મામલતદારશ્રી ભીલોડા, નાયબ મામલતદારશ્રી બાયડ, નાયબ મામલતદારશ્રી ધનસુરા, નાયબ મામલતદારશ્રી માલપુર, નાયબ મામલતદારશ્રી મેઘરજ તથા મહેસૂલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

અરવલ્લી.મોડાસા.

રિપોર્ટર. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ…🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *