માનનીય કલેકટર સાહેબ શ્રી ડૉ. નરેન્દ્ર કુમાર મીના (IAS), તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી શ્વેતા તિવેટીયા(IAS)
માનનીય કલેકટર સાહેબ શ્રી ડૉ. નરેન્દ્ર કુમાર મીના (IAS), તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી શ્વેતા તિવેટીયા(IAS) જી.અરવલ્લી, મોડાસા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર અરવલ્લી જિલ્લાના તમામ ગામોમાં ખાસ ગ્રામસભા ઓ યોજી તે ગામોમાં કોવિડ- 19 રસીકરણ સેશન નું આયોજન કરી, તે ગામો ના 18 વર્ષથી ઉપર ની ઉમર ના તમામ લોકો ને આ રસી થી સુરક્ષિત કરવા ના ભાગરૂપે તમામ લોકોને કોવિડ -19 રસીકરણ કરી ” મારુ ગામ 100 ટકા રસીકરણયુક્ત ગામ ” સૂત્ર સાર્થક કરવા કામગીરી કરે એવું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે તા. 10/09/2021 થી 13/09/2021 સુધી દરેક ગામે ગામ ગ્રામસભા ઓ સાથે કોવિડ-19 રસીકરણ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે. આ માટે જિલ્લા તથા તાલુકા કક્ષાએ થી તમામ વિભાગના અધિકારીઓ દ્વારા ગામેગામ ફરીને કામગીરી ને વેગવંતી બનાવાઈ રહી છે. આ અભિયાન ને સફળ બનાવવા માટે આરોગ્યની વિવિધ ટીમો તથા પાયાના કર્મચારીઓ થી લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર તથા તાલુકાની આરોગ્ય ટીમ તેમજ આરોગ્ય અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. જી. શ્રીમાળી સહિતના આરોગ્ય વિભાગના અધિકારી શ્રી ઓ ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી 100 ટકા સંપૂર્ણ રસીકરણ થાય તેની ઝુંબેશ ચલાવી રહ્યા છે.
આ કાર્યક્રમ ને વેગ આપવા માનનીય કલેકટર સાહેબ શ્રી એ તા. 11/૦9/2021 ને શનિવારે મોડાસા તાલુકાના ઇટાડી ગામે ગ્રામસભામાં લોકોની વચ્ચે જઈ હાકલ કરી હતી કે આપણે જો કોરોના થી બચવું હશે તો કોરોના ની રસી એ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. જેથી સૌએ સાથે મળીને આ સંપૂર્ણ રસીકરણ અભિયાન ને પાર પાડવાનું છે તેમજ કોરોના ની રસીથી સૌને સુરક્ષિત કરવાના છે અને ” મારું ગામ 100 ટકા રસીકરણયુક્ત ગામ ” સૂત્ર ને સાર્થક કરવાનું છે.
અરવલ્લી મોડાસા
વરદાન ઇન્ડિયા ન્યૂઝ
ભરત ઠાકોર