મોડાસા ખાતે જીલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં EXPORTER CONCLAVE તથા નવી ઔદ્યોગિક નીતિનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

September 26, 2021 by No Comments


  અરવલ્લી મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ અને મોડાસા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે જીલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાનો EXPORTER CONCLAVE તથા નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો.
  આ સેમિનાર અંતર્ગત જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી કનુભાઇ પટેલ દ્વારા જિલ્લાના ઉદ્યોગકારોને આવકાર્યા તથા Export કરવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યુ હતું.
  ત્યારબાદ અરવલ્લી જીલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ ‘’આઝાદી કા અમૃત મહોત્સવ‘’ અંતર્ગત વાણિજ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો EXPORTER CONCLAVE અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
  આ કાર્યક્રમમાં DGFT અમદાવાદના આસીસ્ટન્ટ ડાયરેકટર મૈથેરી નાયડુ દ્વારા District Export Hub initiative and basics of export વિષય પર પ્રેઝન્ટેશનથી જાણકારી આપવામાં આવી. સાથે અરવલ્લીના જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર,આસીસ્ટન્ટ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી દ્વારા ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ની યોજનાઓની જાણકારી આપવામાં આવી.
  આ સેમિનારમાં MSME અમદાવાદના આસીસ્ટન્ટ ડાયરેકટરશ્રી ટી.કે.સોલંકી દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તથા લીડ બેંક મેનેજરશ્રી હિતેશભાઇ દ્વારા બેંકિગ વિષય પર જાણકારી આપવામાં આવી હતી. 
  આ સેમિનારનું સમાપન મોડાસા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશનના પ્રમુખશ્રી/મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું. આ સેમિનારમાં જીલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.

अरवल्ली मोडासा
संवादाता
भरत ठाकोर
वरदान इंडिया न्यूज की लाइव रिपोर्ट

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *