મોડાસા ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનું માર્ગદર્શન સેમિનાર યોજાયો

September 16, 2021 by No Comments


મોડાસા-બુધવાર,
મહિલા અને બાળ અધિકારી કચેરી અરવલ્લી દ્વારા અરવલ્લી મોડાસા ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે “કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩” અંતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો માર્ગદર્શન સેમિનાર યોજાયો.
જે અંતર્ગત સેમિનારમાં લીગલ કમ પ્રોબેશન અધિકારી દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩” હેઠળ કાયદાની માહિતી આપી નર્સિંગ વિદ્યાર્થીનીઓને આ કાયદાથી માહિતગાર કરી હતી. તેમણે વધુમાં મહિલાઓને મળેલા અધિકારોની વિગતવાર સમજણ આપી હતી.
આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારી કચેરી વિભાગના અધિકારીશ્રીએ સરકારશ્રીના તમામ વિભાગોની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત સમજણ આપી તેમજ ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન એપ્લીકેશનની માહિતી આપી હતી.
આ સેમિનારમાં ભાગ્યલક્ષ્મીને મેનેજર ટ્રસ્ટી શ્રી ડૉ.દીપ પટેલ, આચાર્યશ્રી રોબીન થોમસ, લીગલ કમ પ્રોબેશન અધિકારીશ્રી, જીલ્લા મહિલા બાળ અધિકારીશ્રી દિપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી, સહ રક્ષણ અધિકારી શ્રીમતી મેઘાબેન, મહિલા અને બાળ અધિકારી કચેરીના ફીલ્ડ ઓફિસર, મહિલા શક્તિ કેન્દ્રના કો-ઓર્ડીનેટર, PBSC સેન્ટરના કાઉન્સેલર પ્રેમીલાબેન, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન કાઉન્સેલર, ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજના અધિકારીશ્રીઓ, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

अरवल्ली मोडासा
भरत ठाकोर
वरदान इंडिया न्यूज

Share This:-

Leave a Comment

Your email address will not be published.